બીપીએલના વધતા આંકડાને જોઈને સવાલ થાય કે ગુજરાતમાં આવક કોની વધી રહી છે?: સાગર રબારી

સરકાર કહી રહી છે કે “ગુજરાતીઓની માથાદીઠ આવક વધી છે” પરંતુ બીપીએલ પરિવારોની સંખ્યા પણ ખૂબ જ વધી રહી છે: સાગર રબારી

બીપીએલના વધતા આંકડાને જોઈને સવાલ થાય કે ગુજરાતમાં આવક કોની વધી રહી છે?: સાગર રબારી

ગુજરાતના 10 સૌથી મોટા ઔદ્યોગિક પરિવારોની કુલ આવકને જો બાદ કરવામાં આવે અને ત્યારબાદ ગુજરાતની જે માથાદીઠ આવક સામે આવશે એ જોઈને તમામ લોકોને ખૂબ જ મોટું આશ્ચર્ય થશે: સાગર રબારી

સરકાર મીડિયાના અને જાહેરાતોના હોબાળામાં હકીકતને છુપાવી રહી છે અને મતદારોને રમાડી રહી છે: સાગર રબારી

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગરભાઇ રબારીએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, બજેટ પ્રવચનમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતીઓની માથાદીઠ આવક વધીને 2,73,558 રૂપિયા થઈ છે. આ જાણ્યા બાદ મને વિચાર આવ્યો કે ગુજરાતમાં બીપીએલ પરિવારો કેટલા છે? ત્યારબાદ મને જાણવા મળ્યું કે ગુજરાતમાં 31,67,000 પરિવાર બીપીએલ છે. ગ્રામીણ વિસ્તારમાં માસિક આવક 6400 એટલે કે વાર્ષિક આવક 76,800 રૂપિયા કરતા ઓછી હોય તેને બીપીએલ ગણવામાં આવે છે. એવી જ રીતે શહેરી વિસ્તારમાં 11,800 એટલે કે વાર્ષિક ₹1,42,200 કરતાં ઓછી આવકવાળા વ્યક્તિને બીપીએલ ગણવામાં આવે છે. જો આપણે ગણતરી કરીએ તો લગભગ એક કરોડ 60 લાખ જેટલા ગુજરાતીઓ વર્ષમાં આટલી રકમ પણ કમાઈ શકતા નથી.

વિધાનસભામાં આપેલા સરકારી આંકડા પ્રમાણે ગુજરાતમાં ગયા વર્ષે બીપીએલ પરિવારની સંખ્યા વધી છે, જેમાં સૌથી વધુ પરિવારો અમરેલી જિલ્લામાં વધ્યા છે. સૌથી વધુ બીપીએલ પરિવારની વાત કરીએ તો બનાસકાંઠામાં સૌથી વધુ બીપીએલ પરિવાર છે અને ત્યારબાદ દાહોદ જિલ્લામાં છે. ગુજરાતમાં લગભગ એક કરોડ 43 લાખ પરિવારો છે એટલે કે ગુજરાતમાં 22.14 ટકા પરિવારો બીપીએલ કેટેગરીમાં આવે છે. આટલું જાણ્યા બાદ આપણને સવાલ થાય કે તો પછી ગુજરાતમાં આવક કોની વધી રહી છે?

ગુજરાતના 10 સૌથી મોટા ઔદ્યોગિક પરિવારોની કુલ આવકને જો બાદ કરવામાં આવે તો ત્યારબાદ ગુજરાતની જે માથાદીઠ આવક સામે આવશે એ જોઈને તમામ લોકોને ખૂબ જ મોટું આશ્ચર્ય થશે. સરકાર જે વસ્તુ આપણને દેખાડી રહી છે, તેના કરતાં જે આપણાથી છુપાવી રહી છે તે વધુ ગંભીર છે. એટલા માટે સરકાર મીડિયાના અને જાહેરાતોના હોબાળામાં આ હકીકતને છુપાવી રહી છે અને મતદારોને રમાડી રહી છે. પરંતુ મતદાર તરીકે આપણે જાતે જાગૃત થવું જોઈએ અને સરકાર જે વસ્તુ આપણાથી છુપાવવા માંગે છે તેને શોધી શોધીને જોવું જોઈએ.

  • Related Posts

    માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની મુલાકાત લઈને તેઓશ્રીને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી.

    ગુજરાત વિધાનસભાના સદસ્યો માટે નવનિર્મિત નિવાસ સંકુલનું લોકાર્પણ…

    માન. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે રાજ્યના મુખ્યમંત્રીશ્રી, વિધાનસભાના અધ્યક્ષશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે નવનિર્મિત સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કર્યું… જેમાં વિશાળ ગાર્ડન,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની મુલાકાત લઈને તેઓશ્રીને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી.

    ગુજરાત વિધાનસભાના સદસ્યો માટે નવનિર્મિત નિવાસ સંકુલનું લોકાર્પણ…

    ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત તાપી જિલ્લામાં આગામી ૬ થી ૧૧ નવેમ્બર દરમ્યાન તાલુકા કક્ષાની રમતો યોજાશે

    અવસર આનંદનો…અવસર અભિવાદનનો…આ એક સંઘર્ષમય સફરથી સિદ્ધિ સુધીના પ્રેરણાનો‌ ઉત્સવ છે…

    ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં પદાધિકારીઓની યાદી

    ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં પદાધિકારીઓની યાદી

    અમદાવાદ નળસરોવર પાસે થી ચાર ગાજહંસ ને લય જાતાં ઈસમને નળસરોવર પોલીસે ઝડપી વન વિભાગને સોંપ્યો

    અમદાવાદ નળસરોવર પાસે થી ચાર ગાજહંસ ને લય જાતાં ઈસમને નળસરોવર પોલીસે ઝડપી વન વિભાગને સોંપ્યો