બોરતળાવના તત્કાલીન PSI સહિત ચાર પોલીસ કર્મી. વિરૂદ્ધ ગુનો નોંધવા કોર્ટનો આદેશ
ભાવનગર, સોમવાર ભાવનગરના બોરતળાવ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાના આરોપીઓને ત્રણ દિવસ ઓનેઓન રાખીને મારમારી બળજબરીપૂર્વક પૈસા પડાવવાની પેરવી કરતા આરોપીઓએ પૈસાની
સગવડ ન હોવાનું જણાવતા તેના પિતા પાસે પણ દીકરાને અન્ય ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી હતી.આ મામલે અદાલતે બોરતળાવ પોલીસ મથકના તત્કાલીન પી.એસ.આઈ.સોલંકી સહિતના પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધવા હુકમ કયી છે.
પૈસાની સગવડ ન હોય આરોપીના પિતાને ધમકાવી રૂ. ૧૫ હજારની કરી હતી માંગણી
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ આશરે દોઢ વર્ષ પહેલા બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુના રજી.નં .૧૧૯૮૦૧૫૨૨૦૮૭૭થી એક ફરીયાદ ઈ.પી.કો.કલમ-૪૫૭, ૩૮૦ અને ૧૧૪ તળે નોંધાયેલી હતી, જેના આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે ભાણુ ધીરૂભા જાડેજા અને ભાર્ગવ કનૈયાલાલ ભટ્ટની સામે નોંધાયેલ.
આફરીયાદના અનુસંધાને બોરતળાવ પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.એસ.આઈ. આર.એસ.સોલંકી, કોન્ટેબલ ગોવિંદસિંહ કાનાભાઈ, કુલદિપસિંહ લગ્ધીરસિંહ, ગલતાનસિંહ જામસિંહ અને અનીલભાઈ મનુભાઈ નામના પોલીસ અધિકારીઓ ધ્વારા બંને આરોપીઓને તા.૨૦-૨૧-૨૨ ૦૬ ૨૦૨૨ ના રોજ એરેસ્ટ કરીને ઓનેઓન પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી, માર મારી અને બળજબરી પૂર્વક પૈસા પડાવવાની પેરવી કરતા યેનકેન પ્રકારે આરોપીઓ પૈસાની સગવડ ન કરતા આરોપી ભાર્ગવના પિતા કનૈયાલાલ પાસે પણ આ પાલીસ અધિકારીઓ ઘ્વારા રૂા .૧૫,૦૦૦ ની માંગણી કરવામાં આવેલ હતી અને જો તમો રૂા .૧૫,૦૦૦ નહી આપો તો તમારા દિકરાને બીજા ગંભીર ગુનામાં સંડોવી દેવામાં આવશે અને ક્યારેય જામીન નહી મળે તેવી કલમો ઉમેરવામાં આવશે તેવુ જણાવેલ હતું.
કનૈયાલા પાસે પૈસાની સગવડ ન હોય અને બીજા આરોપીઓની પણ આર્થિક સ્થિતી સારી ન હોય સ અને તેઓ પોલીસવાળાને પૈસા આપી શકેલ નહી. અને પોલીસવાળાએ આરોપીઓને ઓનેઓન રાખી, શારીરીક અને માનસીક ત્રાસ આપી તા. ૨૩ / ૦૬ / ૨૦૨૨ ના રોજ તેઓની સામે ગુનો નોંધીને તેઓને કોર્ટમાં રજુ કર્યા હતા.
તે વેળાએ કાયદાની જોગવાઈ મુજબ કોર્ટ ધ્વારા આરોપીઓને પોલીસ સામે કોઈ ફરીયાદ છે કે કેમ તે અંગુ પુચ્છા કરતા તે બંને આરોપીઓએ જણાવેલ કે ઉપરોકત પોલીસાવાળાએ ખૂબ ખૂબ જ માર મારેલ છે .પૈસાની માંગણી કરેલ છે, ત્રણ દિવસ સુધી ઓનેઓન રાખેલ છે તેવી ફરીયાદ કરતા નામદાર કોર્ટે પ્રથમ તબકકે મેડીકલ કરાવવાનો આદેશ કરેલ હતો અને આ આરોપીની ફરીયાદને ઈન્કવાયરી રજીસ્ટરે નંબરે લઈને પોલીસવાળાઓ સામે ઈન્કવાયરી કરવાનો હુકમ કરવામાં આવેલ હતો .
તેમા ઈન્કવાયરી દરમ્યાન કોર્ટે બંને આરોપીઓના મેડીકલ રીપોર્ટ, જેલરનો રીપોર્ટ, મેડીકલ ઓફીસરના રીપોર્ટના આધારે તેવો હુકમ કરેલ હતો કે આરોપી/ ફરીયાદીની હકીકત પ્રથમ દૃષ્ટિએ ખરી છે અને તેવા સંજોગોમાં એક આરોપીના પિતા કે જેમની પાસે રૂ.૧૫,૦૦૦/- માંગવામાં આવેલ હતા તેમની પણ જુબાની લેવામાં આવેલ હતી .આ તમામ સરકારી રીપોટી આરોપીના પિતાની જુબાનીના આધારે ભાવનગરના ૮ મા એડીશ્નલ ચીફ જયુ.મેજી . ધ્વારા તમામ પોલીસવાળાઓ સામે આઈ.પી.સી કલમ-૧૬૬ (એ), ૩૮૯ , ૩૨૩, ૧૧૪ અને ૫૦૬ (૧) તળે । ગુન્હો નોંધવા આદેશ કરેલ છે .

