
લીબંડીમાં રામકથાને લઈને પૂજ્ય મોરારીબાપુનું આગમન.
નિમ્બાર્ક પીઠ મોટા મંદિર લીંબડી ખાતે આજે મોરારીબાપુનું આગમન થયું હતું ત્યારે પૂજ્ય મોરારીબાપુનું સામૈયું કરાયું હતું ત્યારબાદ મોરારીબાપુએ ચંત્રભુજ ભગવાનનાં દર્શન કરી અને બપોરનાં સમયે મોટા મંદિરથી કથામંડપ સુધી લીબંડી શહેરનાં મુખ્ય માર્ગોમાં થઈ ભવ્ય પોથીયાત્રા નીકળી હતી.
ઉલ્લેખનીય છે કે ૩ થી ૧૨ ફેબ્રુઆરી દરમ્યાન લીબંડી મોટા મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા, મોરારીબાપુની રામકથા અને ૧૧૧૧ કુંડી મહાવિષ્ણુયાગનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાશે.
230 વર્ષ પછી પ્રાણ પ્રતિષ્ઠાનો અનેરો પ્રસંગ સેવા, સહાય, સંસ્કારનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાશે.
તેમજ નિમ્બાર્કાચાર્યનાં જીવન સાથે જોડાયેલ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ સાથે નવ દિવસ સુધી ભવ્ય રક્તદાન શિબિર કેમ્પ યોજાશે તથા મેડિકલ કેમ્પ,ખેડૂતો માટે સેમિનાર, મહિલા સશક્તિકરણ તેમજ આનંદમેળો જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે લીબંડીનાં આંગણે મોરારીબાપુની ત્રીજી રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે.
મોટા મંદિરેના મહંતશ્રી મહામંડલેશ્વર લાલદાસબાપુ તથા મોટા મંદિર ટ્રસ્ટીગણ અને મોટા મંદિર સેવા સમિતિ દ્વારા આ સાંસ્કૃતિક કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પોથીયાત્રામાં લાલદાસ બાપુની વિશેષ ઉપસ્થિતિમાં લીબંડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા,ભારત વર્ષના સાધુ-સંતો હાજર રહ્યા હતા તેમજ રાજકીય મહાનુભાવોમાં કિરીટસિંહ રાણા સહીતનાં મોટી સંખ્યામાં લીબંડી તેમજ આજુબાજુના વિસ્તારમાંથી પધારેલા લોકો ઊમટી પડ્યા હતાં ……

