માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં માર્ગ-મકાન વિભાગના અમદાવાદ માળિયા રોડ પૈકીના શાંતીપુરા ચોકડીથી ખોરજ GIDC ચોકડી સુધીના 28.8 કિ.મી અનુભાગનું ₹805 કરોડના ખર્ચે છ માર્ગીયકરણનું ખાતમુહૂર્ત સંપન્ન…
આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી સાણંદ અને વિરમગામ જેવા મોટાં ઔદ્યોગિક કેન્દ્રો ઉપરાંત સુરેન્દ્રનગર, શંખેશ્વર, રાધનપુર અને પાટણ તરફ જતા લાંબા અંતરના ટ્રાફિકને પણ સુવિધા મળશે…