ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 150મી જયંતી નિમિત્તે તાપી જિલ્લામાં યોજાનારી ભવ્ય ‘જનજાતીય ગૌરવ રથયાત્રા’ના સફળ આયોજન માટે સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, તાપી જિલ્લા પ્રભારી શ્રી મધુભાઈ કથિરીયા, જીલ્લા પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા ની સહ ઉપસ્થિતિમાં આયોજિત બેઠકમાં સહભાગી થઈ યાત્રાના આયોજન સંદર્ભે ચર્ચા કરી અને માર્ગદર્શન આપ્યું.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંગભાઈ વસાવા જીલ્લા મહામંત્રીશ્રીઓ અને તાલુકા સંગઠનના હોદ્દેદારો-આગેવાનો અને અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.




