જિલ્લાકક્ષાની સ્પર્ધાઓ તા. ૬ થી ૩૦ નવેમ્બર દરમિયાન યોજાશે
માહિતી બ્યુરો, તાપી તા. 18
તાપી જિલ્લામાં ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત તાલુકા કક્ષાની કુલ ૭ રમત સ્પર્ધાઓ એથ્લેટીક્સ, વોલીબોલ, ખો-ખો, કબડ્ડી, રસ્સાખેંચ, ચેસ અને યોગાસન તા. ૬ થી ૧૧ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન યોજાશે.જયારે જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનું આયોજન તા. ૬ થી ૩૦ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન કરવામાં આવશે.
આ તમામ સ્પર્ધાઓ અંગેની વિગતવાર માહિતી ખેલ મહાકુંભની અધિકૃત વેબસાઈટ www.khelmahakumbh.gujarat.gov.in પર તા. ૨૦ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ સાંજે ૦૬:૦૦ કલાકથી ઉપલબ્ધ રહેશે.
વધુ માહિતી અથવા માર્ગદર્શન માટે સ્પર્ધકો તાપી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરીમાં સંપર્ક નંબરઃ ૯૬૬૨૪૮૯૬૦૦ અને ૯૭૩૭૦૪૮૬૮૯ પર સંપર્ક કરી શકે છે.એમ જિલ્લા રમત વિકાસ અધિકારી, તાપી કચેરીની અખાબારી યાદીમાં જણાવાયું છે.

