આજે તાપી જિલ્લાના માનનીય પોલીસ સુપરિન્ટેન્ડન્ટશ્રીના માર્ગદર્શન અને અધ્યક્ષસ્થાને વંદેમાતરમ રાષ્ટ્રગીત ૧૫૦ વર્ષ પૂર્ણ થયે વંદેમાતરમ ગાન કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.



આ કાર્યક્રમનો હેતુ દેશપ્રેમની ભાવના જગાડવો, રાષ્ટ્ર માટે પ્રાણાર્પણ કરનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી તથા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને વધુ મજબૂત બનાવવાનો રહ્યો હતો. રાજ્ય સરકારના statewide કાર્યક્રમના ભાગરૂપે તાપી જિલ્લામાં પણ આ કાર્યક્રમ ઉત્સાહપૂર્વક યોજાયો હતો.
માનનીય પોલીસ સુપરિન્ટેન્ડન્ટશ્રીએ પોતાના સંબોધનમાં દેશના શહીદો તથા સુરક્ષા દળોના જવાનો દ્વારા કરાયેલ ત્યાગ અને બલિદાનને યાદ કરતાં સૌને દેશપ્રેમ, શિસ્ત અને રાષ્ટ્રીય સેવા ભાવના સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી.
કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત અધિકારીઓ તથા નાગરિકોએ દેશી (સ્વદેશી) વસ્તુઓના ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી, જેથી સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન મળી રહે અને દેશની આર્થિક સ્વતંત્રતા મજબૂત બને.