માહિતી બ્યૂરો, તાપી તા. ૩૦
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આજે તાપી જિલ્લાના સેવા સદન, સાંભખડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી.
આ અવસરે જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગની આગેવાની હેઠળ અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા શપથ ગ્રહણ કરી દેશની એકતા, અખંડતા અને સુરક્ષાને જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ બુગાલિયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી આર. આર. બોરડ તેમજ જિલ્લા સ્તરના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.