સમી તાલુકાનાં અનવરપૂરા ગામ ખાતે પીવાના પાણી ની વિકટ સમસ્યા: પીવાના પાણી માટે ગામ લોકોનાં પડાપડી કરતા દૃશ્યો

સમી તાલુકાના અનવરપૂરા ગામ ખાતે પીવાના પાણીની વિકટ સમસ્યા.. ગામનાં લોકો બન્યા પરેશાન… તાત્કાલિક ધોરણે યોગ્ય વ્યવસ્થા કરવા લોક માંગ ઉઠી…
પાટણ જિલ્લાના સમી તાલુકાના અનવરપૂરા ગામ ખાતે મહિલાઓને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે..ગામમાં પાણી ની વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે..તેમજ પીવાનાં પાણી માટે લોકોની પડાપડી જોવા મળી રહી છે..
સરકારની નલ સે જલ યોજના પોકળ સાબિત કરતા આ દૃશ્યો છે સમી તાલુકાના અનવરપૂરા ગામનાં જ્યાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ નું નિર્માણ જોવા મળી રહ્યું છે… ત્યારે મૂંગું બેસી રહેલ તંત્રની કામગીરી સામે અનેક સવાલો..!!!
ગામ તળાવ થી લઈને ખેતર થી લઈને કેનાલો સુધી ક્યાંય પાણી જોવા નહિ મળતા ગામ લોકો બન્યા પરેશાન… સતત ત્રણ કલાક સુધી પાણી ની રાહ જોઈને બેસી રહેલ મહિલાઓ પીવાના પાણી નું ટેન્કર આવતા ની સાથેજ પીવાના પાણી માટે વલખા મારતી નજરે પડી રહી છે.. તો…ટેન્કર આવતાની સાથેજ પીવાના પાણી માટે મહિલાઓની પાણી ભરવા માટે પડાપડી થઇ રહી છે..ત્યારે સુ તંત્ર ની કોઈ જવાબદારી નથી કે આ ગામ લોકો સુધી પીવાનું પાણી પહોંચે… સુ તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે કે કેમ… વગેરે સવાલો..!!
ગામની મહિલાઓ જણાવી રહી છે..કે ..અમારા ગામમાં સરકાર ની યોજના જે નલ સે યોજના છે તે પાણી ઘર સુધી નહિ પહોંચે તો ચાલશે પણ… ગામમાં બોર ની વ્યવસ્થા કરાવો .. આ દ્રશ્યો છે સમી તાલુકા નાં અનવરપૂરા ગામનાં જયાં મહિલાઓ મોટી સંખ્યામાં પીવાના પાણી માટે વલખા મારતા જોવા મળી રહી છે..
સરકારશ્રીની નલ સે જલ યોજના અમલમાં હોવા છતાં તંત્ર ની લાપરવાહી ને લઇને પીવાના પાણીની વિકટ સમસ્યા હજુપણ અનવરપૂરા ગામમાં યથાવત જોવા મળી રહી છે …
આપ દૃશ્યોમાં સ્પષ્ટ પણે જોઈ સકો છો..કે.. પીવાના પાણી માટે લોકો મોટી સંખ્યામાં પડાપડી કરી રહ્યા છે..ત્યારે પાણી પુરવઠા વિભાગ હોય કે સ્થાનિક ગ્રામ પંચાયત જે તે તંત્ર દ્વારા સત્વરે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે..
પીવાના પાણી માટે ગામની મહિલાઓ સરકારશ્રીને વિનંતી કરી પીવાનું પાણી પહોંચાડવાની વાત કરી રહી છે…. ત્યારે મુંગુ બેસી રહેલ તંત્ર ક્યારે યોગ્ય વ્યવસ્થા કરશે તંત્ર ક્યારે જાગશે..તે જોવું રહ્યું…!!

