સુરત અને તાપી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ ડાંગરના પાકના નુકસાન અંગે આર્થિક સહાય અને રાહત પેકેજ જાહેર કરવા સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા રાજ્ય સરકારને રજુઆત

માહિતી બ્યુરો, તાપી તા. 31

તાજેતરના દિવસોમાં અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતમાં કમોસમી ધોધમાર વરસાદ થયો હતો. જેના પરિણામે બરડોલી લોકસભા મતવિસ્તારના સુરત અને તાપી જિલ્લામાં તૈયાર થયેલા ડાંગર સહિતના પાકો પલળી જવાથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે.

આ સંજોગોમાં બરડોલી લોકસભાના સાંસદ સભ્યશ્રી પ્રભુભાઈ વસાવા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી,નાયબ મુખ્યમંત્રીશ્રી તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના મંત્રીશ્રીને પત્ર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને રાહત મળે તે માટે રાજ્ય સરકાર ખાસ આર્થિક સહાય અને રાહત પેકેજ જાહેર કરે તેવી રજુઆત કરવામાં આવી છે.

સાંસદશ્રીએ તેમના પત્રમાં જણાવ્યું છે કે સુરત અને તાપી જિલ્લાના મોટાભાગના આદિવાસી ખેડૂતોની મુખ્ય આજીવિકા ડાંગરના પાક પર આધારિત છે. કમોસમી વરસાદના કારણે આ પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. તેથી કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી અસરગ્રસ્ત ખેડૂતોને થયેલ નુકસાનના આધારે યોગ્ય આર્થિક સહાય પૂરી પાડવાની ભલામણ તેમણે કરી છે.

સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ રાજ્ય સરકારને આ મુદ્દે ઝડપી નિર્ણય લઈ ખેડૂતોને આર્થિક રાહત મળે તે માટે યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે.

  • Related Posts

    જિલ્લા કક્ષાના ‘વિશ્વ એઇડ્સ દિવસ’ની ઉજવણી કરવામાં આવી

    જાગૃતિ રેલી યોજાઈ, શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું બહુમાન કરાયું વ્યારા ખાતે જિલ્લા કક્ષાના ‘વિશ્વ એઇડ્સ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી સંચાલિત DISHA-DAPCU તાપી દ્વારા આ કાર્યક્રમનું…

    સ્વચ્છ ભારત મિશનના કેન્દ્રીય પ્રભારીશ્રી શિવઓમ મિશ્રાએ વ્યારા નગરપાલિકાની મુલાકાત લીધી

    જળ વાટિકા ગાર્ડન અને ડમ્પ સાઈટ સહિત વિવિધ સ્થળોની વિઝિટ લઈ વ્યારા નગરપાલિકાની કામગીરીને બિરદાવી સ્વચ્છ ભારત મિશનના કેન્દ્રીય પ્રભારીશ્રી શિવ ઓમ મિશ્રા તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ તાપી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    જિલ્લા કક્ષાના ‘વિશ્વ એઇડ્સ દિવસ’ની ઉજવણી કરવામાં આવી

    સ્વચ્છ ભારત મિશનના કેન્દ્રીય પ્રભારીશ્રી શિવઓમ મિશ્રાએ વ્યારા નગરપાલિકાની મુલાકાત લીધી

    આજ રોજ ગુજરાત વિધાનસભા અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિનો ઉત્તર અને મધ્ય ગુજરાતના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ વિભાગની યોજનાઓનો સમીક્ષા કરી સંતરામપુરના ગોઠિબ ખાતે પાણી પુરવઠા યોજનાની મુલાકાત લીધી હતી આજ વિસ્તારના ધારાસભ્ય અને પુર્વ કેબિનેટ મંત્રીશ્રી ડૉ. કુબેર ડિંડોર સાહેબ વિશેષ ઉપસ્થિત રહને આવકાર કર્યો હતો સાથે સમિતિના પ્રમુખશ્રી અભેસિંહભાઈ તડવી સાહેબ સાથે સાથી ધારાસભ્યશ્રી ડો.દર્શનાબેન દેશમુખ, તથા કાંતિ ખરાડીજી સાથે ઉપસ્થિત રહ્યા હતા.

    • By SANGEETA
    • November 28, 2025
    • 12 views

    સરૈયા–બંધારપાડા–ટેમ્કા માર્ગ પર વાયડનિંગ તથા રિસરફેસિંગની તેમજ ડામર કામગીરી તેજ ગતિએ શરૂ

    “વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે STEM” થીમ હેઠળ તાપી જિલ્લાના ગડત ખાતે જીલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

    ઉચ્છલ ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ નવા સિવિલ ન્યાય મંદિરનું લોકાર્પણ કર્યું