–
૨૧.૫૦ કિમી સ્ટેટ હાઇવેના સુધારણા કામથી ૩૫ હજારથી વધુ લોકોનો મુસાફરી સમય ઘટશે
તાપી જિલ્લાના સરૈયા–બંધારપાડા–ટેમ્કા માર્ગ, જે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ્સ તાપી હેઠળનો મહત્વનો સ્ટેટ હાઇવે છે, તેની ૨૧.૫૦ કિમી લંબાઈમાં ૭ થી ૧૦ મીટર સુધી વાયડનિંગ અને રિસરફેસિંગનું કાર્ય હાલમાં ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. આ રોડ સરૈયાથી બંધારપાડા થકી સોનગઢ તથા ટેમ્કા, બરડીપાડા, મહાલ, શબરિધામ જેવા વિસ્તારોને જોડતો અત્યંત અગત્યનો માર્ગ છે. સાથે જ ડાંગ અને તાપી જીલ્લાને પણ આ માર્ગ સીધો સાંકળે છે.
આ માર્ગનું વિકાસ કાર્ય પૂર્ણ થવાથી સરૈયા, ધમોડી, ગતાડી, ગાળકૂવા, બંધારપાડા, ઘોડચીત, બેડપાડા, મોંઘવાણ, મૈયાલી, સાંઢકુવા, વડપાડા, બોરકુવા, સાતશીલા, કાલાઘાટ, આમલગુંડી, ગુનખડી, ટાપરવાડા અને ટેમ્કા જેવા ગામોના મળીને આશરે 35,000 થી વધુ લોકોને સીધો લાભ મળશે.
માર્ગ અને મકાન સ્ટેટ વિભાગ તાપી–વ્યારા દ્વારા ડામર કામગીરી શરૂ થતા ગામોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી વધતા વાહન વ્યવહારને કારણે માર્ગ પર પડતી મુશ્કેલીઓ હવે આ મારમત કામગીરી પૂર્ણ થતાં દૂર થશે એવી આશા વ્યક્ત થઈ રહી છે.


