માન. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે રાજ્યના મુખ્યમંત્રીશ્રી, વિધાનસભાના અધ્યક્ષશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે નવનિર્મિત સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કર્યું…
જેમાં વિશાળ ગાર્ડન, મલ્ટીપર્પઝ અને કોમ્યુનિટી હોલ, જીમ્નેશિયમ, દવાખાનું, પાર્કિંગ પ્લોટ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ; પ્રતિ આવાસ 3 બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, ઓફિસ રૂમ તથા સર્વન્ટ રૂમની સુવિધા…
હાલના 12 બ્લોકના 216 આવાસમાંથી 10 બ્લોકના 180 આવાસમાં ફિક્સ તથા લૂઝ ફર્નીચર સાથે અને બાકીના 2 બ્લોકના 36 આવાસો ફક્ત ફિક્સ ફર્નિચર સાથે તૈયાર કરવામાં આવ્યા…

